OUR SECTION



પરિચય

સરદાર પટેલના આ કથનને સાકાર કરવા કન્યાઓની સાચી કેળવણી દ્વારા સર્વાંગી વિકાસ થાય, તેમજ જીવનમાં દરેક પ્રતિકુળ સંજોગોને સામનો કરી સ્વનિર્ભર નાગરિક બને તેવી સંસ્થાની નેમ છે.


વિશેષતા

શહેરી પ્રદુષણ અને ઘોંઘાટ થી દુર, રમણીય અને શાંત સ્થળે વિશાલ, હવા ઉજાસ સાથેની આધુનિક સ્કૂલ
દરેક વર્ગમાં વધુમાં વધુ ૫૫ વિદ્યાર્થીઓ.
તાલીમ પામેલ શૈક્ષણિક સ્ટાફ કે જે બાળકોને અંગત રીતે સમજી, તેના આંતરિક અને બાહ્ય બંને પાસાનો વિકાસ કરી શકે.
વાલીને બાળકની પ્રગતિનો પ્રત્યક્ષ ખ્યાલ આપવા દર માસના પ્રથમ શાનીવારે વાલી મીટીંગ.
બાળક અભ્યાસ તરફ રહે તે માટે માસિક કસોટીનું આયોજન.
શૈક્ષણિક રીતે નબળા બાળકો માટે સત્ર ના છેલ્લા પખવાડીયામાં શૈક્ષણિક વર્ગો.
શારીરિક અને માનસિક તંદુરસ્તીના વિકાસ માટે દરેક સત્રમાં બાળકોના આરોગ્યની તપાસ.
આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવા બાલમંદિરથી જ કોમ્પ્યુટર શિક્ષણની વ્યવસ્થા.
દરેક પ્રકારની રમતો માટે વિશાળ મેદાન.
સ્વરક્ષણ અને શારીરિક વિકાસ માટે ફરજીયાત કરાટે અને યોગની તાલીમ.
શહેર અને બહારના વિસ્તારોમાંથી વિદ્યાર્થીને લાવવા લઇ જવા માટે શાળા દ્વારા સ્કૂલ બસની સુવિધા.
બાલમંદિરના બાળકોના મનોરંજન સાથે બૌધિક વિકાસ થાય તેવા વિવિધ રમકડાની સગવડ.
બાળકોની વકતૃત્વ શક્તિના વિકાસ માટે રોજીંદી પ્રાર્થના સભામાં બાળકોની વિવિધ રજૂઆત.
સંપૂર્ણ વિકાસ અર્થે શૈક્ષણિક પ્રવાસ, સંસ્કૃતિક કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન.
બાળકોને ઉમર પ્રમાણે ખાસ ડિઝાઈન કરેલ સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા.
શુધ્ધ અને પૌષ્ટિક નાસ્તો તથા ભોજન માટે અત્યાધુનિક રસોડું તથા ભોજનખંડ.
R.O. પ્લાન્ટનું સ્વચ્છ અને ઠંડુ પાણી મળી રહે આવી વ્યવસ્થા.
બાળકોના બૌધિક વિકાસમાં ઉત્તમ ફાળો આપે તેવા અનેક પુસ્તકોથી સુસજ્જ પુસ્તકાલય.
શાળામાં સંપૂર્ણ સ્વચ્છતા અને શિસ્તનું વાતાવરણ અને સાથે ચુસ્ત સિક્યોરીટી વ્યવસ્થા.



પરિચય અને ધ્યેય

વિશ્વસ્તરે સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી કેળવણી ક્ષેત્રે અનેક પ્રયત્ન થઇ રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં કન્યાઓના ઉત્તમ શિક્ષણ માટે સુવિધાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓને તાતી જરૂરિયાતને લક્ષમાં લઈને કન્યા વિધાલયની સ્થાપના જૂન – ૨૦૦૩ માં કરવામાં આવી.



બાલ મંદિર

દરેક માસને અંતે મૌખિક અને લેખિત પરીક્ષા લઈ બાળકોનું કાર્ય મૂલ્યાંકન કરવામાં આવે છે તેમજ બાળક પ્રાથમિક વિભાગમાં જવા માટે કેટલું સમક્ષ છે તેની ખરાઈ કરવામાં આવે છે.

ADMISSION



પ્રવેશ

બાલમંદિરના પ્રથમ વર્ષ માટે ડિસેમ્બર માસમાં પ્રવેશ ફોર્મ મળશે. વાલીએ પ્રવેશ ફોર્મ ઓફિસમાંથી મેળવી, યોગ્ય માહિતી ભરીને જરૂરી પ્રમાણપત્રો સાથે ઓફિસમાં પરત આપવાનું રહેશે.



દસ્તાવેજો

જન્મતારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પરિણામપત્રક, ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર (સંબંધિત શાળાનું ), દાકતરી પ્રમાણપત્રક (ખાસ કિસ્સાઓમાં ) વાલીના શૈક્ષણિક પ્રમાણપત્રો.



શાળા છોડવા અંગે

શાળા છોડવા અંગે એક માસ પહેલા સૂચિત કરવું અથવા એક માસની ફી ચુકવવાની રહશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અરજી કર્યાના સાત દિવસમાં આપવામાં આવશે.



ફી

શાળામાં ભરેલ કોઇપણ પ્રકારની ફી કોઇપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી. શાળામાં ફી દર ત્રણ મહિને ભરવાની રહેશે. ફી ની માહિતી, પ્રવેશ ફોર્મ અને ગણવેશ અંગેની માહિતી ઓફિસમાંથી મળી શકશે.

CONTACT US

SARDAR PATEL EDUCATIONAL INSTITUTE

Kalvibid, Bhavnagar-364002
Phone: 278 2562828 / 2471437
Email: speibvn@gmail.com

Social Network